Thursday, 31 July 2014
વાંઝિયામહેણું ભાંગતી પુત્રદા એકાદશી
રાજા અને રાજ્યની પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું. જેના પ્રભાવે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો હતો, માટે પુત્રની ઇચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ
યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછયો, "હે મધુસૂદન, શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવાય છે? આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો."
શ્રીકૃષ્ણે કહ્યું, "હે રાજન, પુત્રદા એકાદશીનું વ્રત શ્રાવણ સુદ એકાદશીના રોજ કરવાનું હોય છે. પુત્રદા એટલે પુત્ર આપનારી, સંતાનસુખ આપનારી એકાદશી. આ એકાદશીની કથાનું શ્રવણ અને વાંચન કરવાથી વાજપેય યજ્ઞાનું ફળ મળે છે. આ એકાદશીની કથા આ પ્રમાણે છે.
દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહીજિત નામનો રાજા થઈ ગયો. આ પ્રજાવત્સલ રાજાને શેર માટીની ખોટ હતી. તેને હંમેશા નિઃસંતાનપણાનું દુઃખ સાલતું હતું. રાજા અતિ ન્યાયી હતો. તેણે ક્યારેય અન્યાયી આચરણ કર્યું ન હતું. પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હતું છતાં તેના નસીબમાં પુત્રસુખ હતું નહીં.
રાજાએ લોમેશ મુનિનાં દર્શન કર્યાં. લોમેશ મુનિએ મહીજિતને સદુપદેશ આપતાં કહ્યું, "હે રાજન, અનંત કાળથી જીવ જન્મવું, મોટા થવું, ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે. ભૂતકાળમાં ભોગનાં સુખો ભોગવવામાં અને અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું, છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થઈ.
મનુષ્યની બધી જ ધારણાઓ જો સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે? જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણાં પુણ્યબળ અને પાપબળનો ખ્યાલ કરવો જોઈએ.
મનુષ્ય સુખ અને માત્ર સુખ ઝંખ્યા કરે છે, પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે, સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી. 'શ્રદ્ધાવાન લભતે સુખમ્' એ સૂત્રાનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ. પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે, પુત્રસુખ આપે છે. આજે મનુષ્ય દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે, કારણ કે મનુષ્ય પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાને વિસરી ગયો છે. પુણ્ય-પાપની શ્રદ્ધાવાળો જ સાચું મનઃસ્વાસ્થ્ય પામી શકે છે."
રાજા મહીજિત મુનિવર્ય લોમેશ ઋષિને પૂછે છે, "કયું વ્રત કરવાથી પુત્રપાપ્તિ થાય?" રાજાને મુનિ શ્રાવણ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે.
રાજા પૂછે છે, "હે મુનિવર્ય, અણુવ્રત એટલે શું?"
મુનિ જવાબ આપે છે, "હે રાજન, અણુવ્રત પાંચ પ્રકારનાં હોય છે. હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો. અર્થાત્ અપરિગ્રહ વ્રતનું પાલન કરવું. વ્રતનું આંશિક પાલન કરનાર 'અણુવ્રતી' કહેવાય છે અને વ્રતનું સર્વથા પાલન કરે તે 'મહાવ્રતી' કહેવાય છે."
બાંધેલાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે, સંસારની સ્થિતિ જ એવી છે. કર્મોનાં બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ. રાવણનો પરાજય કરવો સરળ છે, પરંતુ કર્મોનો પરાજય કરવો અતિ દુષ્કર છે.
લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વ જન્મ જાણી લીધો. મુનિએ કહ્યું, "હે રાજન, પૂર્વ જન્મમાં ધોમધખતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વિયાયેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી. તે વખતે તમે ગાય અને વાછરડાને હાંકી કાઢીને પોતે પોતાની તૃષા છિપાવી હતી, પણ ગૌમાતા અને વાછરડાને તરસ્યાં તગડી મૂક્યાં હતાં. આ ઘોર પાપને લીધે તમારે આજે નિઃસંતાનપણાનું દુઃખ છે."
લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો. મુનિએ રાજાને કહ્યું કે, "તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જ વાંઝિયામહેણું ટળે."
એવું કહેવાય છે કે રાજા અને રાજ્યની પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું. જેના પ્રભાવે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો હતો, માટે પુત્રની ઇચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ."
પુત્રદા એકાદશીની કથા, તેનો મહિમા અને માહાત્મ્ય સાંભળવાથી કે કથાનંુ વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે.

પાર્વતીજીએ શંકરને પામવા કરેલું વ્રત ફૂલકાજળી
ભારતીય
સંસ્કૃતિ વિવિધ તહેવારો અને વ્રતોથી સભર રહી છે. વિવિધ પ્રદેશોમાં
જુદા-જુદા પ્રકારના તહેવાર ઊજવાય છે. દરેક પ્રદેશની અન્ય લાક્ષણિકતાની સાથે
ઊજવાતાં વ્રતો અને તહેવારનું પણ પ્રદેશવાર વિશેષ મહત્ત્વ હોય છે. પ્રદેશ
પ્રમાણે તેનાં પરંપરાગત વ્રતો હોય છે, જેને પેઢી
દર પેઢી દરેક સ્ત્રીઓ કરતી રહે છે અને પ્રાદેશિક પરંપરાનો વારસો જાળવતી
રહે છે. આપણી સંસ્કૃતિમાં કુમારિકાઓ યોગ્ય જીવનસાથીની કામના માટે અને
પરિણીત મહિલાઓ પતિના લાંબા સુખદ આયુષ્ય માટે વ્રત કરવાની પરંપરા બહુ
પ્રાચીન છે. કુંવારિકાઓ માટે સારો ભાવિ ભરથાર પામવાનાં વ્રતોમાંથી એક
ફૂલકાજળી વ્રત છે.
ફૂલકાજળીના વ્રતનો ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે જે કથા અનુસાર મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આદિશક્તિ પાર્વતીએ ફૂલનું ભોજન લઈ, ફૂલ સૂંઘી આ વ્રત કર્યું હતું. આ વ્રતથી પ્રસન્ન થઈ મહાદેવ પાર્વતીજીને પ્રાપ્ત થયા હતા.
આ કથાથી પ્રેરાઈને ભારતીય સ્ત્રી યોગ્ય વરની કામના માટે ભોળાનાથને રીઝવવા વ્રત કરે છે. જયાપાર્વતીનું વ્રત, હરિયાળી તીજ, કરવા ચોથ, ગૌરી વ્રત, વટ સાવિત્રીનું વ્રત વગેરે અનેક વ્રતો ભરથાર માટે કરવામાં આવે છે. તેવી જ રીતે માત્ર ગુજરાતમાં ફૂલકાજળીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત માત્ર અપરિણીત યુવતીઓ દ્વારા કરવામાં આવે છે. દરેક વ્રતની જેમ ફૂલકાજળીમાં પણ સુયોગ્ય જીવનસાથીની કામના માટે શિવ-પાર્વતીની આરાધના કરવામાં આવે છે.
ફૂલકાજળીનું વ્રત શ્રાવણ માસની સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ દિવસને ચોખાકાજળી પણ કહે છે. આ દિવસે યુવતીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે તેમજ ફૂલને સૂંઘે છે અને તેની આસપાસ ફૂલને રાખે છે. જો ચોખાકાજળી હોય તો ચોખા પાસે રાખે છે. સવારમાં શિવ-પાર્વતીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. મહાદેવને ફળ-ફૂલ અર્પણ કરીને મનગમતા જીવનસાથીની કામના અને પ્રાર્થના કરવામાં આવે છે. સાંજે ગાયનું પૂજન કરીને ફળાહાર કરી આખી રાત જાગરણ કરવામાં આવે છે અને ઘરના મંદિરમાં શિવજીના ફોટા પાસે આખી રાત અખંડ દીપક રાખવામાં આવે છે. સમગ્ર રાત કામનાની ર્પૂિત માટે મહાદેવની આરાધના સાથે ભજન-કીર્તન, ગરબા પણ લે છે. આમ, યુવતીઓના ઉલ્લાસથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંગીતમય બની જાય છે.
દરેક તહેવાર કે વ્રતની જેમ ફૂલકાજળીમાં પણ યુવતીઓ શૃંગાર કરે છે. હાથમાં મેંદી મુકાવે છે તેમજ પ્રાદેશિક પરંપરાગત પરિધાન ધારણ કરે છે. આમ, શ્રાવણ મહિનાની ઝરમર વર્ષા વચ્ચે જ્યારે કુદરતી રંગો અનેરી છટામાં ખીલ્યા હોય ત્યારે દુલ્હનની જેમ શૃંગાર કરેલી યુવતીઓનું સૌંદર્ય અને કુદરતી સુંદરતા એકાકાર થતાં સમગ્ર માહોલ ખુશનુમા બની જાય છે.

Subscribe to:
Comments (Atom)