| મિસ્રના
એક પ્રસિદ્ધ સંત જુન્નૂન પાસે એક શિષ્ય દીક્ષા લેવા આવ્યો. ચાર વર્ષ સુધી આ
શિષ્ય સંત જુન્નૂન સાથે રહ્યો તેમ છતા શિષ્યની સંતને એમ કહેવાની હિંમત ન
ચાલી કે, "હું તમારી પાસે ધર્મની દીક્ષા લેવા આવ્યો છું." એક દિવસ અચાનક સંત જુન્નૂને શિષ્યને પૂછયું કે, "તારે શું જોઇએ છીએ?" ત્યારે શિષ્ય યુસૂફ હુસેને કહ્યું કે, "હંુ તમારો શિષ્ય બનીને ધર્મની દીક્ષા લેવા માંગું છું." સંતે કહ્યું કે, "તે તો થઈ જશે, પણ પહેલાં તારે મારંુ એક કામ કરવંુ પડશે. મારી એક પેટી તારે મારો મિત્ર કે જે નીલ નદી પાસે રહે છે ત્યાં પહોંચાડવી પડશે. શરત એ છે કે રસ્તામાં તારે પેટીને ખોલવાની નથી." યુસૂફે સફરની શરૂઆત કરી. ચાલતાં ચાલતાં ઘણા બધા દિવસો પસાર થઇ ગયા તેના મનમાં ફક્ત એક જ સવાલ ઘૂમરાતો હતો કે આ પેટીમાં શું છે? તેનાથી મન પર કાબૂ રખાયો નહીં. અંતે એક દિવસ તેણે પેટીને ખોલી જ નાખી. જેવી પેટી ખૂલી તેમાંથી એક ઉંદરડી બહાર નીકળીને ભાગી ગઇ. યુસૂફને આ વાત સમજાઇ નહીં. યુસૂફ સંત જુન્નૂને બતાવેલી જગ્યા પર પહોંચી ગયા. ત્યાં સંત જુન્નૂનના મિત્ર હાજર હતા. તેમણે પેટી ખોલી તો તે ખાલી હતી. તેમણે યુસૂફને કહ્યું કે, "હવે તને સંત જુન્નૂન દીક્ષા નહીં આપે. તું એકમાત્ર ઉંદરને સાચવી શકતો નથી તો ધર્મ અને જ્ઞાાનને કેવી રીતે સાચવી શકીશ?" યુસૂફ ત્યાંથી ફરી સંત જુન્નૂન પાસે આવ્યા. સંત જુન્નૂને યુસૂફને કહ્યું, "તું મને ગુરુ બનાવવા ઇચ્છે છે અને મારી આજ્ઞાાનું પાલન પણ કર્યું નહી. હું તને મારો શિષ્ય નથી બનાવીશ નહીં. જા, અને જ્યારે તારા મન પર તું સંયમ રાખી શકે તથા ગુરુની આજ્ઞાા પાડી શકે ત્યારે મારી પાસે દીક્ષા લેવા આવજે." વર્ષો પછી યુસૂફ ફરી સંત જુન્નૂન પાસે આવ્યા ત્યારે સંત જુન્નૂને જોયું કે હવે યુસૂફ આત્મસંયમ જાળવી શકે છે ત્યારે તેમણે દીક્ષા આપી. સમય જતા તેમની ખ્યાતિ યુસૂફ હુસેન તરીકે થવા લાગી. |
Thursday, 31 July 2014
ગુરુની આજ્ઞાાનું મહત્ત્વ
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment