નામ કેશવનું પડતાં કર્ણમાં સહુ થાય પવિત્ર. દયારામ કહે છે કે, "શ્રવણ પરીક્ષિત એટલે કે શ્રવણ તો કર્યું પરીક્ષિત મહારાજે. શ્રીમદ્ ભાગવતની કથા તેમણે સંપૂર્ણ ભક્તિભાવથી એકાગ્રચિત્તે સાંભળી."
શ્રવણભક્તિનું આચરણ કરનાર એવા એ પરીક્ષિત કોણ હતા? રાજા પરીક્ષિત પાંડવોના પૌત્ર, અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર તેમજ ભગવાન શ્રીકૃષ્ણના ભાણેજ હતા.
રાજા પરીક્ષિતે જન્મ ધારણ કરતાં પહેલાં જ પૂર્ણ પુરુષોત્તમનાં દર્શન કર્યાં હતાં. પરીક્ષિત ગર્ભમાં હતા ત્યાં સુધી પ્રભુએ તેમની રક્ષા કરી અને બાળ પરીક્ષિત પણ સતત પ્રભુનાં દર્શન કરતા રહ્યા. જન્મ સમયે પ્રભુ અદૃશ્ય થયા, તેથી તે સમયે ગર્ભસ્થ શિશુ પર બ્રહ્માસ્ત્રની અસર પડી અને તે મૃત બાળક રૂપે જન્મ્યા.
બાળ પરીક્ષિતનો જન્મ થયો. બાળક મૃત હતું. તે જાણી ઉત્તરા આદિ વિલાપ કરવા લાગ્યાં. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ પ્રસૂતાના ખંડમાં પધાર્યા અને પોતાના યોગબળથી બાળકને જીવતું કર્યું. જીવિત થયેલ બાળ પરીક્ષિત ચારે બાજુ જોવા લાગ્યા. ગર્ભમાં જોયેલા દિવ્ય સ્વરૂપને જોવા માટે તેમણે ચારે બાજુ નજર રાખી, તેથી તેમનું નામ પરીક્ષિત પડયું. પરીક્ષિત એટલે ચારે બાજુ જોનાર.
જ્યોતિષીઓએ પાંડવોના આગ્રહથી જોશ (ભવિષ્ય)જોયા. તેમણે કહ્યું, "આ બાળકની કુંડળીમાં બધા ગ્રહો દિવ્ય છે. માત્ર એક મૃત્યુનું સ્થાન બગડેલું છે. તેનું મૃત્યુ સર્પદંશથી થશે. તેમ છતાં તેને સદ્ગતિ મળશે.
રાજા પરીક્ષિત મોટા થયા. પાંડવો શરીર ગાળવા હિમાલય તરફ ગયા. જતાં પહેલાં તેમણે પરીક્ષિતને હસ્તિાનાપુરની ગાદી પર બેસાડયા. પરીક્ષિત ચક્રવર્તી રાજા બન્યા. બ્રાહ્મણોની સલાહ પ્રમાણે તેઓ વર્તતા અને એ રીતે રાજ્યમાં ધર્મ પ્રવર્તાવતા હતા.
એક દિવસ રાજા પરીક્ષિતે સાંભળ્યું કે તેમના રાજ્યમાં કલિયુગનો પ્રવેશ થયો છે. કલિ એટલે અધર્મનું મૂર્તિમંત્ર સ્વરૂપ. અધર્મને ક્ષણભર પણ પોતાના રાજયમાં ન રહેવા દેવાય એવું વિચારી રાજા પરીક્ષિત કલિને નાથવા નીકળ્યા.
ફરતાં ફરતાં તેઓ સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક વિચિત્ર દૃશ્ય જોયું. એક કાળો પુરુષ એક પગવાળા બળદને અને અશ્રુસારતી એક ગાયને લાકડી વડે મારી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની લીલા પૃથ્વી પરથી સંકેલી ત્યારથી જ ધરતી ઉપર કલિના પ્રવેશનો માર્ગ મોકળો થઈ ગયો હતો. ગાય, બળદ અને તે બંનેને લાકડી વડે મારનાર પુરુષ એ બીજો કોઈ નહીં, પરંતુ સ્વયં કલિ જ હતો.
બળદને એક પગ હતો તેના બીજા ત્રણ પગ કપાઈ ગયા હતા. બળદ ધર્મ છે. ધર્મના ચાર પગ તેનાં ચાર અંગો છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ ચાર અંગોના કારણે ધર્મ ટકી રહે છે. સત્ય, તપ અને પવિત્રના સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગમાં ધર્મ આ અંગો ગુમાવી ચૂક્યાં છે. કલિયુગમાં માત્ર એક જ પગ(દયા) ઉપર જ ઊભો રહે છે. એટલા માટે કલિયુગમાં ક્યાંક ક્યાંક દયા અને દાનનું મહત્ત્વ છે, પરંતુ સત્ય, તપ અને પવિત્રતાનાં દર્શન કલિયુગમાં થવાં ખૂબ મુશ્કેલ છે.
પરીક્ષિત કલિને ઓળખી ગયો. કલિને મારવા તેમણે ખડગ ઉગામ્યું, પરંતુ કલિ ચતુર છે. તે રાજાનાં ચરણોમાં પડી ગયો. તેણે રાજાનું શરણ યાચ્યું. રાજાનાં ચરણોમાં સ્પર્શ થતાં રાજાની બુદ્ધિમાં વિકાર આવ્યો. બુદ્ધિ ભ્રમિત થઈ. પરીક્ષિત રાજા રાજધર્મ ચૂક્યા. રાજધર્મ કહે છે રાજાએ કલિ જેવા અધર્મી, દુષ્ટ અને મહાપાપીને સજા કરવી જોઈએ, તેનો વિનાશ કરવો જોઈએ, એ જ રાજધર્મ છે.
રાજાએ કલિ પર દયા બતાવી તેમણે કલિને ન માર્યો. રાજા પરીક્ષિતે કહ્યું, "તું મારા શરણે આવ્યો છે, માટે હું તને મારતો નથી, પરંતુ મારું રાજ્ય છોડી ચાલ્યો જા. ચતુર કલિએ પુનઃ રાજાને પોતાના પ્રભાવથી ભરમાવ્યા અને પોતાના રાજ્યમાં જ રહેવા દેવા આજીજી કરી. તેણે પોતાના લાયક કોઈ સ્થાન બતાવવા કહ્યું. રાજાએ કલિને ચાર ઠેકાણાં બતાવ્યાં.
ધૃતં પાનં સ્ત્રિયઃ સૂના યજ્ઞાા ધર્મશ્ચતુર્વિધઃ ।
અથાત્ જુગાર, મદીરાપાન અને હિંસા એ કલિનાં રહેઠાણ છે. કલિએ કહ્યું કે, "મહારાજ, આ ચાર સ્થાનો ગંદાં છે મને કોઈ સ્વચ્છ સ્થાન આપો." તેથી રાજાએ તેને અધર્મથી મેળવેલ સુવર્ણમાં રહેવાની રજા આપી.
આમ રાજા પરીક્ષિતે કલિનો નિગ્રહ કરી અધર્મરૂપી બળદના ત્રણ પગ સાંધી આપ્યા અને ધર્મને પુનઃ

No comments:
Post a Comment