Thursday, 31 July 2014

શ્રાવણમાં શિવજીને પ્રસન્ન કરી સુખ-શાંતિ મેળવો


ભોળાનાથને રીઝવવા માટેનો ઉત્તમ શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામશે અને બમ બમ ભોલે કે નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠશે. ભોળાનાથ થોડાં પૂજા-અર્ચનથી પણ જલદી પ્રસન્ન થઈ જાય છે. તમેય શિવજીને પ્રસન્ન કરવા ઇચ્છતા હો તો તૈયારીમાં લાગી જાઓ
શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આશુતોષ ભગવાન શિવનાં ત્રિગુણ તત્ત્વ (સત, રજ, તમ) ત્રણે પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરીને શશિશેખર કહેવાયા. શિવ એ ચંદ્રમાના ઇષ્ટદેવ છે. ચંદ્રમા પર તેમને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્રવાર એટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે. આમ તો ભગવાન શિવને બધા જ સોમવાર પ્રિય છે, પરંતુ શ્રાવણનો આખો માસ તથા તેમાં પણ આવતા સોમવાર શિવને અતિ પ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળ તત્ત્વ વધારે હોય છે, જે સોમ (ચંદ્ર) તત્ત્વ જ છે.
ભગવાન શિવની ઉપાસના માટે વેદ સહિત શાસ્ત્રોમાં વિવિધ સ્વરૂપ દર્શાવવામાં આવ્યાં છે. શિવજીની મંત્ર ઉપાસનામાં પંચાક્ષરી 'નમઃ શિવાય' અથવા 'ॐ નમઃ શિવાય' અને મહામૃત્યુંજય વગેરે મંત્રોના જપનો વિશેષ મહિમા છે. મહામૃત્યુંજય મંત્રના જાપ-અનુષ્ઠાનથી બધા જ પ્રકારના ભય તેમાં પણ ખાસ કરીને મૃત્યુનો ભય દૂર થઈને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ

 તથા મહામારીની શાંતિ તથા અન્ય ઉપદ્રવોની શાંતિ તથા અભીષ્ટ-પ્રાપ્તિ માટે રુદ્રાભિષેક વગેરે અનુષ્ઠાન કરવામાં આવે છે.
શિવોપાસનામાં ર્પાિથવ પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ સિવાય ભગવાન શિવની માનસ પૂજાનું મહત્ત્વ સર્વોપરી છે. શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે ર્પાિથવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે.
જલાધારાપ્રિય શિવ
શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમને ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થાય. ઈશ્વરભક્તિને જાણવાની લાલસા દરેક માણસને હોય છે, પરંતુ તે વ્યક્તિ ર્ધાિમક અનુષ્ઠાન, પૂજાપાઠ અને નિયમોથી અજાણ હોવાના કારણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતી નથી. આવી સ્થિતિમાં નિયમ અને પૂજાપાઠની અજ્ઞાાનતાને કારણે ભક્તને અભીષ્ટ ફળની સિદ્ધિ મળતી નથી. શ્રાવણ માસમાં શિવજી પર જળ ચઢાવવા પાછળ ભારતીય પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છે.
સમુદ્રમંથન દરમિયાન દાનવ અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઇનકાર કર્યો, કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનાં હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હળહળતું વિષ પોતાના કંઠમાં ધારણ કરી દીધું, પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યાં. આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યાં. તેનાથી ભોળાનાથને ચક્કર આવવાં ઓછાં થયાં અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્ત શિવજી પર જળાભિષેક કરે છે. જળધારાની જેમ જ શિવજીને બીલીપત્ર પણ ખૂબ જ પ્રિય છે.
શિવને પ્રસન્ન કરવા આ રીતે પૂજન કરો
બધાં જ ભોળાનાથને રીઝવવા ઇચ્છતા હોય છે. શ્રાવણ માસમાં નીચે પ્રમાણે જણાવેલી રીતે પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે.
  • શ્રાવણ માસના કોઈ પણ દિવસ અને ખાસ કરીને સોમવારે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદી કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળાં સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો.ળ
  • સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો.
  • આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.
  • શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો, ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો, હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.
  • ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને 'ॐ નમઃ શિવાય' મંત્ર બોલતાં-બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.
રાશિ અનુસાર અભિષેક કરો
પુરાણો અનુસાર જ્યારે દેવી સતીએ યોગ શક્તિથી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો તેના પહેલાં માતા સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિરૂપમાં મેળવવાનું પ્રણ લીધું હતું. દેવી સતીએ પોતાના બીજા જન્મમાં પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો. તેમણે શ્રાવણ માસમાં કઠોર વ્રત કરીને મહાદેવને પ્રસન્ન કર્યાં હતાં. ત્યારબાદ શિવજીને શ્રાવણ માસ પ્રિય થઈ ગયો. ર્ધાિમક ગ્રંથો અનુસાર ભગવાન શિવે સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ વિષને શ્રાવણ માસમાં જ ગ્રહણ કર્યું હતું. માતા પાર્વતીજીની જેમ કોઈ ભક્ત શ્રાવણ માસમાં શિવજીનું પૂજન અને અભિષેક કરે તો તેઓ જલદી રીઝે છે. તેમાંય જો પોતાની રાશિ પ્રમાણે પૂજન કે અભિષેક કરવામાં આવે તો પુણ્યફળ અનેકગણું વધી જાય છે.
મેષઃ શ્રાવણ માસમાં દરરોજ બીલીપત્ર પર લાલ ચંદનથી 'નમઃ શિવાય ।' લખો. આ મંત્રનો જાપ કરતાં કરતાં જ શિવલિંગ પર જળાભિષેક કરો. ત્યારબાદ બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો.
વૃષભઃ સૌ પ્રથમ શિવલિંગ પર ગંગાજળ અને દહીંથી અભિષેક કરો. ત્યારબાદ કાચું દૂધ ચઢાવો. પછી જળની સાથે દ્વાદશ જ્યોર્તિિંલગના મંત્રોનું ઉચ્ચારણ કરો અને શિવલિંગ પર સફેદ ચંદનથી તિલક કરો.
મિથુનઃ શ્રાવણ માસ દરમિયાન દરરોજ 'ॐ નમઃ શિવાય ।' મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર ગંગાજળમાં મધ મેળવીને અભિષેક કરો. ત્યારબાદ બીલીપત્ર અર્પણ કરો.
કર્કઃ ગંગાજળ, દૂધ તથા મિસરી મેળવીને શિવલિંગ પર 'ॐ ચંદ્ર મૌલેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં અભિષેક કરો. ત્યારબાદ કરેણનું પુષ્પ શિવલિંગ પર અર્પણ કરો.
સિંહઃ શ્રદ્ધાનુસાર શુદ્ધ દેશી ઘીથી 'ॐ અનંતાય નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ ગંગાજળ કે દૂધથી અભિષેક કરો.
કન્યાઃ દૂધ, ઘી અને મધ મેળવીને 'ॐ ત્રિર્મૂિતતેય નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ શિવજીને પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરો.
તુલાઃ શ્રાવણ માસના દર સોમવારે દહીં અને શેરડીના રસથી શિવલિંગ પર 'ॐ શ્રી કંઠાય નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં અભિષેક કરો. આ સિવાય દરરોજ જળાભિષેક કરવો.
વૃશ્ચિકઃ ગંગાજળમાં દૂધ તથા સાકર મેળવીને 'ॐ નમઃ શિવાય કાલં મહાકાલ કાલં કૃપાલં ॐ નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. પછી પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરો.
ધનઃ ગંગાજળ, કાચું દૂધ તથા કેસરને મેળવીને 'ॐ મહેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. દર સોમવારે ઉપરોક્ત મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
મકરઃ બદામના તેલથી 'ॐ સર્વભૂતહરાય નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં અભિષેક કરો. ત્યારબાદ ગંગાજળ કે દૂધથી શિવલિંગ પર અભિષેક કરી અને બીલીપત્ર અર્પણ કરો.
કુંભઃ ઘી, મધ અને સાકરને મેળવીને 'ॐ અવ્યક્તાય નમઃ । મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ જળાભિષેક કરો અને ચંદનનું તિલક કરો.
મીનઃ કાચું દૂધ, કેસર અને તીર્થજળને મેળવીને 'ॐ સર્વલોક પ્રજાપતયે નમઃ ।' મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર અભિષેક કરો. ત્યારબાદ બીલીપત્ર અર્પણ કરો.
હરિહર શિવ
એક વાર બધા જ દેવતાઓ મળીને સંપૂર્ણ જગતના અશાંત હોવાનું કારણ જાણવા માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું, આ પ્રશ્નનો ઉત્તર તો માત્ર ભોળાનાથ જ આપી શકે છે. બધા જ દેવતા વિષ્ણુ ભગવાનને સાથે લઈને શિવજીને શોધવા માટે મંદર પર્વત પર ગયા. ત્યાં ભગવાન ભોળાનાથ હોવા છતાં પણ દેવતાઓને તેમનાં દર્શન થતાં ન હતાં.
પાર્વતીજીનો ગર્ભ નષ્ટ કરવાને કારણે દેવતાઓને મહાપાપ લાગ્યું હતું અને આ જ કારણસર તેવું થઈ રહ્યું હતું. આથી વિષ્ણુ ભગવાને બધા જ દેવતાઓને શિવજીને પ્રસન્ન કરવા માટે તત્પકૃચ્છ વ્રત કરવા કહ્યું. તેની વિધિ પણ ભગવાન વિષ્ણુએ જણાવી. બધા જ દેવતાઓએ આ વ્રત કર્યું. તેના ફળસ્વરૂપ બધા જ દેવતાઓ પાપમુક્ત થઈ ગયા. ફરીથી દેવતાઓને ભગવાન શંકરનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. દેવતાઓની ઇચ્છા જાણીને વિષ્ણુ ભગવાને પોતાના હૃદયકમળમાં વિશ્રામ કરનારા ભગવાન શંકરના લિંગનાં દર્શન કરાવ્યાં.
હવે બધા જ દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે સત્ત્વગુણી વિષ્ણુ અને તમોગુણી શંકર વચ્ચે આ એકતા કેવી રીતે થઈ. દેવતાઓનો આ વિચાર જાણીને વિષ્ણુજીએ તેમને પોતાના હરિહરાત્મક રૂપનાં દર્શન કરાવ્યાં. દેવતાઓએ એક જ શરીરમાં ભગવાન વિષ્ણુ અને ભોળાનાથ શંકર અર્થાત્ હરિ અને હરનાં એકસાથે દર્શન કરીને તેમની સ્તુતિ કરી.
-------------------------------------------------------------
મહામૃત્યુંજય
ભગવાન મૃત્યુંજય પોતાના ઉપર બે હાથમાં સ્થિત બે કળશો દ્વારા પોતાના સિશ પર અમૃત જળ સિંચી રહ્યાં છે. પોતાના બે હાથોાં ક્રમશઃ મૃગમુદ્રા અને રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. બે હાથમાં અમૃત કળશ ધારણ કરેલા છે. અને બાકીના હાથ દ્વારા અમૃત કળશને ઢાંકેલો છે. આ પ્રમાણે આઠ હાથોથી યુક્ત , કૈલાસ પર્વત પર સ્થિત, સ્વચ્છ કમળ પર બિરાજમાન, લલાટ પર બાળચંદ્રનો મુકુટ ધારણ કરેલ ત્રિનેત્ર, મૃત્યુંજય મહાદેવનું ધ્યાન કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિને મૃત્યુનો ભય રહેતો નથી.
પંચમુખી શિવ
જે ભગવાન શંકરની ઉપરની બાજુ ગજમુક્તા સમાન કિંચિત શઅવેત-પીત વર્ણ, પૂર્વની તરફ સુવર્ણ સમાન પીતવર્ણ, દક્ષિણ કરફ સજળ મેઘ સમાન સઘન નીલવર્ણ, પશ્ચિમ તરફ સ્ફટિક સમાન શુભ્ર ઉજ્જવળ વર્ણ તથા ઉત્તર તરફ જપાપુષ્પ અથવા પ્રવાલ સમાન રક્ત વર્ણના પાંચ મુખ છે.
જેમના શરીરની પ્રભા કરોડો પૂર્ણ ચંદ્રમાઓ સમાન છે અને જેમના દસ હાથોમાં ક્રમશઃ ત્રિશૂળ, ટંક, તલવાર, વજ્ર, અગ્નિ, નાગરાજ, ઘંટ, અંકુશ, પાસ તથા અભયમુદ્રા છે. આવા ભવ્ય, ઉજ્જવળ ભગવાન શિવનું ધ્યાન કરવાથી સમસ્ત દુઃખ દૂર થાય છે.

No comments:

Post a Comment