Friday, 8 August 2014

સ્ફટિકના પરપોટા જેવું બનેલું ચંદ્રમૌલેશ્વર શિવલિંગ

- આ લિંગ પાંડવોના સમયનું માનવામાં આવે છે

- શિવલિંગનો સીધો સંપર્ક આકાશ સાથે નથી, છતાં ચંદ્રકળાની અસર દેખાય છે

 

વાત છે. અમદાવાદથી ૪૦ કિ.મી. દૂર આવેલા ધોળકા તાલુકાના કલીકુંડમાં આવેલા ભગવાન ચંદ્રમૌલેશ્વર શિવાલયની. ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ સ્ફટિકના પરપોટા જેવું છે. તે જોતાં એમ લાગે છે કે આ શિવલિંગ બહુ ઓછાં જોવાં મળે છે. આ લિંગમાં ચંદ્રકળાની સીધી અસર થાય છે, તેથી આ શિવલિંગને ચંદ્રમૌલેશ્વર મહાદેવ કહેવાય છે. સાથેસાથે શિવલિંગ જેવું હોવાથી પરપોટિયા મહાદેવ તરીકે ઓળખાય છે.

એમ કહેવાય છે કે પાંચ હજાર વર્ષ પહેલાં ચંદ્રમૌલેશ્વર ભગવાન પોતે અહીં પ્રગટ થયા હતા. વિશ્વના અન્ય અન્ય એક સ્તંભ આકારનાં શિવલિંગ કરતાં વિશિષ્ટ સ્ફટિકના સુંવાળા, સુંદર તથા ભવ્ય પરપોટાના સ્વરૂપ જેવું આ શિવલિંગ બનેલ છે. આ પરપોટાની સાચી સંખ્યા ગણી શકાય તેમ નથી. કોઈ વિવિધ પરપોટા પર ચંદનથી તિલક કરી ગણતરી કરે તો પણ તેની સાચી ગણતરી થઈ શકતી નથી. આ લિંગ પાંડવોના સમયનું માનવામાં આવે છે. પાંડવોએ તેમના ગુપ્તકાળ દરમિયાન આ વિસ્તારમાં રોકાણ કર્યું હતું. તે દરમિયાન તેમણે આ દિવ્ય તથા ચમત્કારિક લિંગની પૂજા કરી હતી. આ અદ્ભુત શિવલિંગનો સીધો સંપર્ક આકાશ સાથે નથી. છતાં ચંદ્રકળાની અસર તેના પર દેખાય છે.

સૌથી આગળના ભાગમાં મધ્યમાં આવેલ એક ખાસ પરપોટામાં ચંદ્રકળાની વધઘટ દેખાય છે. ઉપરાંત તેમાં ૐના દર્શન થાય છે. શિવજીની જટાનાં પણ દર્શન થાય છે. આમ ચંદ્રદર્શનના તેના આગલા સ્વભાવને કારણ તે ચંદ્રમૌલેશ્વર તરીકે ઓળખાય છે. મહાશિવરાત્રીની રાત્રે અહીં ચાર પ્રહરની પૂજા થાય છે. ચારેય પ્રહરના જુદાજુદા ચંદ્રદર્શનનો લાભ શિવભકતોને મળે છે. પૂનમ તથા અમાસના અલગ અલગ દર્શનનો લાભ લાખો લોકો લે છે.

સૌરાષ્ટ્ર યાત્રાધામ જડેશ્વર મહાદેવ કે જેના મંદિરનો આકાર પાંડવોના રથ જેવો

શિવમંદિરોમાં કાચબા અચૂક જોવા મળે ; શું તમે મહત્વ જાણો છો..?

                                                   - કાચબો એ સંયમનું પણ પ્રતિક છે

સ્કંધ પુરાણમાં વર્ણવેલા અને વડનગરમાં આવેલા નાગરોના દેવ હાટકેશ્વર..!!

પવિત્ર શ્રાવણ માસમાં શિવજ્યોતિ સ્વરૂપ દ્વાદશ જ્યોતિર્લીંગ જાણો અને દર્શન કરો

Monday, 4 August 2014

संसार में व्याप्त है गुरु-तत्व

गुरु अंगुली पकड़कर नहीं चलाता, बल्कि शिष्य के मार्ग को प्रकाशित कर देता है। चलना शिष्य को ही पड़ता है। पूरे संसार में यह गुरु-तत्व व्याप्त है, तभी हम किसी से भी कुछ भी सीख सकते हैं।
व्यास उमाशंकर शर्मा का चिंतन..
हमारी संस्कृति में गुरु को ब्रह्मा, विष्णु तथा महेश से भी अधिक महत्व दिया गया है, परंतु गुरु अपने को ऐसा नहीं मानता। वह केवल शिष्य की श्रद्धा में अतिविशिष्ट है, क्योंकि स्वयं को सर्वोच्च मानने पर गुरु स्वयं अहंकार द्वारा पतन की ओर उन्मुख हो सकता है। गुरु का कार्य शिष्य को अध्यात्म की ओर प्रेरित करना है। दूसरे अर्थो में कह सकते हैं कि गुरु केवल व्यक्ति नहीं, बल्कि एक तत्व है और वह तत्व किसी भी अवस्था या रूप में हो सकता है। व्यावहारिक भाषा में हम कह सको हैं कि गुरु तब तक है, जब तक उसमे कोई लौकिक स्वार्थ या प्रलोभन न जुड़ा हो।
गुरु शिष्य को अंगुली पकड़कर नहीं चलाता, बल्कि उसके मार्ग को प्रकाशित करता है। शिष्य को स्वयं ही उस मार्ग पर चलना होता है। सारे संसार में यह गुरुतत्व व्याप्त है। वह प्रत्येक व्यक्ति के लिए, प्रत्येक दिन तथा प्रत्येक देश में प्राप्त होता है। केवल शिष्य को खोजी होना
चाहिए, उसके अंत:करण में यह ललक विद्यमान होनी चाहिए कि उसे गुरु मिलें। गरुड़ जी पक्षियों के राजा हैं, किंतु उन्होंने कागभुशुंडि जी को अपना गुरु बनाया। वह कहते भी यही हैं कि बिना गुरु के संसार रूपी सागर से उद्धार संभव नहीं, चाहे वह ब्रह्मा हों अथवा शंकर ही क्यों न हों। श्रीराम और श्रीकृष्ण साक्षात ईश्वर माने गए हैं, किंतु जब वे अवतार लेकर इस धरती पर आते हैं, तब वह भी गुरु का ही वरण करते हैं। श्रीराम गुरु वशिष्ठ जी व विश्वामित्र को तथा भगवान श्रीकृष्ण महर्षि सांदीपनि को अपना गुरु बनाते हैं।
वास्तव में जिसके समक्ष
जाकर हमारे हृदय में आस्था, विश्वास तथा प्रेम का उदय हो जाए, वस्तुत: वही हमारा गुरु है। एक विदेशी विद्वान पालविंटन ने भारत आकर अनेक विद्वानों तथा महापुरुषों से संपर्क किया, जिनमें कई योगियों के चमत्कार भी उन्होंने देखे। किंतु वे सबसे अधिक प्रभावित हुए महर्षि रमण से, क्योंकि उन्होंने चमत्कार को ही अध्यात्म का आधार नहीं माना था। वस्तुत: गुरु चमत्कारों की अपेक्षा अपने ज्ञान से शिष्य का आध्यात्मिक मार्ग प्रकाशित करता है। स्वामी विवेकानंद ने स्वामी रामकृष्ण देव को गुरु के रूप में स्वीकार किया। पुराणों के अनुसार, राजऋषि जनक जी ने अनेक महापुरुषों का सान्निध्य प्राप्त किया, लेकिन उन्हें अपना गुरु न बनाकर अष्टावक्र जी को गुरु के रूप में स्वीकार किया। मान्यता है कि अष्टावक्र जी का शरीर आठ जगह से टेढ़ा था।
वस्तुत: गुरुत्व तो व्यक्ति के ज्ञान में समाहित है। उसे वैभव, ऐश्वर्य अथवा सौंदर्य से नापा नहीं जा सकता।

चातुर्मास: संयम की साधना का समय


गुरु पूर्णिमा: जागरूकता से मिलते हैं गुरु

जब तक हमारी इंद्रियां सक्रिय नहीं हैं, हमारे भीतर जागरूकता नहीं है, तब तक गुरु के होते हुए भी हमें गुरु नहीं मिलता। गुरु हमें तभी मिलता है, जब हम पूरी तरह जागरूक हों।
गुरु पूर्णिमा (12 जुलाई) पर ओशो का चिंतन..
गुरु की खोज जितनी सरल और सहज हम समझते है, उतनी आसान नहीं है। कोई नहीं कह सकता, 'वहां जाओ और तुम्हें तुम्हारा सद्गुरु मिल जाएगा।' तुम्हें खोजना होगा, खोजने के दौरान जिन मुश्किलों का सामना करोगे, उनके द्वारा ही तुम उसे पहचानने के योग्य हो पाओगे। तुम्हारी आंखें स्वच्छ हो जाएंगी। आंखों के आगे आए बादल छंट जाएंगे और बोध होगा कि यह सद्गुरु है।
एक सूफी फकीर था जुन्नैद। वह अपनी जवानी के दिनों में जब गुरु को खोजने चला तो वह एक बूढ़े फकीर के पास गया। उससे कहने लगा, 'मैंने सुना है कि आप सत्य को जानते हैं। मुझे कुछ राह दिखाइए।' बूढ़े फकीर ने एक बार उसकी ओर देखा और कहा, 'तुमने सुना है कि मैं जानता हूं, तुम नहीं जानते कि मैं जानता हूं।'
जुन्नैद ने कहा, 'आपके बारे में मैं कुछ नहीं जानता। बस मुझे वह राह दिखाएं जहां मैं अपने गुरु को खोज लूं। आपकी बड़ी कृपा होगी।' वह बूढ़ा आदमी हंसा और कहने लगा, 'जैसी तुम्हारी मर्जी, बता तो मैं दूंगा, लेकिन खोजना तुम्हें ही होगा। मुझे लगता है तुम्हें काफी भटकना पड़ेगा, क्या इतना साहस और धैर्य है तुम में?'
जुन्नैद ने कहा, 'उसकी चिंता आप जरा भी मत करें, धैर्य और साहस मुझमें है। बस मुझे यह बता दें कि गुरु कैसा दिखाता होगा? कैसे कपड़े पहने होगा?' फकीर ने कहा, 'उसकी जटाएं बहुत लंबी होंगी। उसकी आंखों में प्रकाश जैसी आभा होगी। वह नीम के वृक्ष के नीचे बैठा होगा। उसके आसपास तुम्हें कस्तूरी की गंध महसूस होगी।'
जुन्नैद बीस वर्ष तक यात्रा करता रहा। एक जगह से दूसरी जगह। बहुत कठिन मार्ग से चल कर गुप्त जगहों पर भी गया। लेकिन उसे न तो वह पेड़ मिला, न किसी की आंखों में प्रकाश और न ही कस्तूरी सुगंध ही मिली। बीस वर्ष बाद वह एक वृक्ष के पास पहुंचा। गुरु वहां पर था। कस्तूरी की गंध भी महसूस हो रही थी उसके आसपास। हवा में शांति भी थी। उसकी आंखें प्रज्ज्वलित थीं प्रकाश से। उसकी आभा को उसने दूर से ही महसूस कर लिया।
यही वह व्यक्ति था, जिसकी वह तलाश कर रहा था। जुन्नैद गुरु के चरणों पर गिर गया। आंखों से उसके आंसू की धार बहने लगी, 'गुरुदेव, मैं आपको बीस वर्ष से खोज रहा हूं।'
गुरु ने उत्तर दिया, 'मैं भी बीस वर्ष से तुम्हारी प्रतीक्षा कर रहा हूं। देख जहां से तू चला था यह वही जगह है। देख मेरी ओर। जब तू मुझसे गुरु की पहचान पूछने आया था, तब से मैं यहां तेरा इंतजार कर रहा हूं।' जुन्नैद रोने लगा। बोला, 'आपने मेरे साथ मजाक क्यों किया? आप पहले ही कह सकते थे मैं तेरा गुरु हूं। बीस वर्ष बेकार कर दिए।'
बूढ़े आदमी ने जवाब दिया, उससे तुझे कोई मदद न मिलती। उसका कुछ उपयोग न हुआ होता। क्योंकि जब तक तुम्हारे पास आंखें होते हुए भी देखने के लिए आंखे नहीं हैं, नाक होते हुए भी सूंघने के लिए नाक नहीं है, तब तक सब व्यर्थ था। इन बीस वषरें तुम देखना, सूंघना, महसूस करना सीखे हो। मैं वहीं व्यक्ति हूं, जिसे तुम बीस साल पहले नहीं पहचान पाए, लेकिन अब पहचान सके। तुम बदल गए। इन पिछले बीस वषरें ने तुम्हें मांजा है। सारी धूल छंट गई। तुम्हारा मैं विलीन हो गया। तुम्हारे नासापुट संवेदनशील हो उठे, जो इस कस्तूरी की सुगंध को महसूस कर सके। कस्तूरी की सुगंध तो बीस साल पहले भी यहां थी। तुम्हारा हृदय स्पंदित हो गया है, उसमें प्रेम का मार्ग खुल गया है। वहां पर एक आसन निर्मित हो गया है, जहां तुम आपने प्रेमी को बिठा सकते हो। यह संयोग तब संभव नहीं था।
मैं नहीं कहता कि गुरु पर श्रद्धा करो। केवल इतना कहता हूं कि ऐसा व्यक्ति खोजो, जहां श्रद्धा घटित होती है। वही व्यक्ति तुम्हारा गुरु है। तुम्हें घूमना होगा, क्योंकि खोजना आवश्यक है। खोज तुम्हें तैयार करती है। ऐसा नहीं है कि खोज तुम्हें तुम्हारे गुरु तक ले जाए। खोजना तुम्हें तैयार करता है, ताकि तुम उसे देख सको। हो सकता है वह तुम्हारे बिल्कुल नजदीक हो।

सेवा को समर्पित जीवन

सिखों के आठवें गुरु थे श्री हरि किशन जी। उन्हें बालगुरु कहा गया, क्योंकि सातवें गुरु और पिता श्री हरि राय जी ने ज्योति-जोत समाते समय मात्र पांच वर्ष की आयु में हरि किशन जी को गुरुगद्दी की जिम्मेदारी सौंप दी थी। छोटी सी उम्र में ही गुरु जी के अंदर गरीबों, लाचारों और बीमारों के प्रति अपार संवेदना थी। दिल्ली में जब चेचक की जानलेवा महामारी फैली तो गुरु जी बीमारों की सेवा में लग गए और उसी बीमारी से ग्रस्त होकर मात्र आठ वर्ष की उम्र में ज्योति ज्योत समा गए। उनका छोटा-सा जीवन भी उनके विराट व्यक्तित्व की अद्भुत झांकी दिखा जाता है। गुरु जी अत्यंत गंभीर, सहनशील एवं विशिष्ट आध्यात्मिक साम‌र्थ्य से ओतप्रोत थे। विनम्रता एवं सेवा गुरु जी के व्यक्तित्व के महत्वपूर्ण गुण थे।
बालगुरु के अद्भुत व्यक्तित्व से प्रभावित होकर औरंगजेब गुरु जी को दिल्ली बुलाना चाहता था, परंतु गुरु जी बादशाह की धार्मिक कट्टरता से अत्यंत क्षुब्ध थे। अंबर नरेश राजा जय सिंह के आग्रह पर गुरु जी दिल्ली तो आए, परंतु उन्होंने औरंगजेब के दरबार में जाना स्वीकार नहीं किया। गुरु जी के दिल्ली-प्रवास के दौरान ही दिल्ली में चेचक की महामारी फैल गई। चेचक ग्रस्त लोगों की दयनीय दशा देखकर बाल-गुरु का कोमल एवं स्नेहशील हृदय विदीर्ण हो उठा। वे चेचक के रोगियों की देखभाल और सेवा करने में जुट गए। इतनी छोटी उम्र में लोक के कष्ट एवं पीड़ा के प्रति उनके अंदर इतनी सहानुभूति थी।
गुरु जी द्वारा दी गई औषधि एवं की गई सेवा द्वारा अनेक रोगी भले-चंगे हो गए। इस सेवा से गुरु जी की महिमा दसों दिशाओं में फैल गई। यह देखकर औरंगजेब ने स्वयं गुरु जी के दर्शनों की अभिलाषा व्यक्त की, परंतु गुरु जी ने इस ओर कोई ध्यान नहीं दिया और वे चेचक रोगियों की सेवा में व्यस्त रहे।
अंतत: गुरु जी भी चेचक की गिरफ्त में आ गए। जीवन-काल की पूर्णता निकट अनुभव कर गुरु जी ने 'बाबा बकाले' कहकर अगले गुरु श्री तेग बहादुर जी की ओर संकेत किया और वे ज्योति-जोत समा गए।

Friday, 1 August 2014

કમળને શુભ શા માટે માનવામાં આવે છે?

તીર્થોનાં પુણ્ય કરતાં વધારે.............

પતિ-સંતાનોને દીર્ઘાયુ આપતું વ્રત એવરત-જીવરત

પરિશ્રમ એ ચાવી છે, જે કિસ્મતનો દરવાજો ખોલી દે છે

ગુજરાતના પ્રથમ ૧૧૧ કિલો

ખંભાળિયાના દાત્રાણામાં ૧૧ સદી જુનું દંતેશ્વર મહાદેવનું મંદિર

ખંભાળિયા દ્વારકા હાઇવે પર દામાણા ગામ નજીક ઇસ.દસમી સદીમાં એટલે કે ૧૧૦૦ વર્ષ પુર્વ સ્થાપિત થયેલા અને પુરાતત્વ ખાતાએ જેને રક્ષિત સ્મારક અતિ પ્રાચિન અને ચમત્કારિક શિવ મંદિર આવેલું છ.
ઉંચા ઓટલા પર મંદિર નીચે પગથીયા ઉતરીને દર્શન થાય છે, જેના થાય છે, જેના પ્રવેશ દ્વારા પર ૬૪ જોગણીઓની પ્રાચીન પ્રતિમાઓ આવેલી છે. મંદિરની પ્રદક્ષિણા પથના પગ દિવાલોમાં કાળની થપાટોથી જર્જરીત થયેલી પ્રાચીન દેવદેવીઓની મૂર્તિઓ છે.

Thursday, 31 July 2014

શા માટે કળિયુગ રાજા પરીક્ષિતના શરણમાં આવ્યો?

સોમવારનું વ્રત કેવી રીતે કરાય?






ગુરુની આજ્ઞાાનું મહત્ત્વ

શ્રાવણમાં શિવજીને પ્રસન્ન કરી સુખ-શાંતિ મેળવો (કવર સ્ટોરી)

શિવજીનાં વિવિધ સ્વરૂપ

દરિયા વચ્ચે બિરાજમાન ભોળાનાથ સ્તંભેશ્વર

વાંઝિયામહેણું ભાંગતી પુત્રદા એકાદશી

રાજા અને રાજ્યની પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું. જેના પ્રભાવે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો હતો, માટે પુત્રની ઇચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ
યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછયો, "હે મધુસૂદન, શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવાય છે? આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો."
શ્રીકૃષ્ણે કહ્યું, "હે રાજન, પુત્રદા એકાદશીનું વ્રત શ્રાવણ સુદ એકાદશીના રોજ કરવાનું હોય છે. પુત્રદા એટલે પુત્ર આપનારી, સંતાનસુખ આપનારી એકાદશી. આ એકાદશીની કથાનું શ્રવણ અને વાંચન કરવાથી વાજપેય યજ્ઞાનું ફળ મળે છે. આ એકાદશીની કથા આ પ્રમાણે છે.
દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહીજિત નામનો રાજા થઈ ગયો. આ પ્રજાવત્સલ રાજાને શેર માટીની ખોટ હતી. તેને હંમેશા નિઃસંતાનપણાનું દુઃખ સાલતું હતું. રાજા અતિ ન્યાયી હતો. તેણે ક્યારેય અન્યાયી આચરણ કર્યું ન હતું. પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હતું છતાં તેના નસીબમાં પુત્રસુખ હતું નહીં.
રાજાએ લોમેશ મુનિનાં દર્શન કર્યાં. લોમેશ મુનિએ મહીજિતને સદુપદેશ આપતાં કહ્યું, "હે રાજન, અનંત કાળથી જીવ જન્મવું, મોટા થવું, ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે. ભૂતકાળમાં ભોગનાં સુખો ભોગવવામાં અને અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું, છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થઈ.
મનુષ્યની બધી જ ધારણાઓ જો સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે? જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણાં પુણ્યબળ અને પાપબળનો ખ્યાલ કરવો જોઈએ.
મનુષ્ય સુખ અને માત્ર સુખ ઝંખ્યા કરે છે, પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે, સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી. 'શ્રદ્ધાવાન લભતે સુખમ્' એ સૂત્રાનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ. પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે, પુત્રસુખ આપે છે. આજે મનુષ્ય દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે, કારણ કે મનુષ્ય પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાને વિસરી ગયો છે. પુણ્ય-પાપની શ્રદ્ધાવાળો જ સાચું મનઃસ્વાસ્થ્ય પામી શકે છે."
રાજા મહીજિત મુનિવર્ય લોમેશ ઋષિને પૂછે છે, "કયું વ્રત કરવાથી પુત્રપાપ્તિ થાય?" રાજાને મુનિ શ્રાવણ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે.
રાજા પૂછે છે, "હે મુનિવર્ય, અણુવ્રત એટલે શું?"
મુનિ જવાબ આપે છે, "હે રાજન, અણુવ્રત પાંચ પ્રકારનાં હોય છે. હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો. અર્થાત્ અપરિગ્રહ વ્રતનું પાલન કરવું. વ્રતનું આંશિક પાલન કરનાર 'અણુવ્રતી' કહેવાય છે અને વ્રતનું સર્વથા પાલન કરે તે 'મહાવ્રતી' કહેવાય છે."
બાંધેલાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે, સંસારની સ્થિતિ જ એવી છે. કર્મોનાં બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ. રાવણનો પરાજય કરવો સરળ છે, પરંતુ કર્મોનો પરાજય કરવો અતિ દુષ્કર છે.
લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વ જન્મ જાણી લીધો. મુનિએ કહ્યું, "હે રાજન, પૂર્વ જન્મમાં ધોમધખતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વિયાયેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી. તે વખતે તમે ગાય અને વાછરડાને હાંકી કાઢીને પોતે પોતાની તૃષા છિપાવી હતી, પણ ગૌમાતા અને વાછરડાને તરસ્યાં તગડી મૂક્યાં હતાં. આ ઘોર પાપને લીધે તમારે આજે નિઃસંતાનપણાનું દુઃખ છે."
લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો. મુનિએ રાજાને કહ્યું કે, "તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જ વાંઝિયામહેણું ટળે."
એવું કહેવાય છે કે રાજા અને રાજ્યની પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું. જેના પ્રભાવે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો હતો, માટે પુત્રની ઇચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ."
પુત્રદા એકાદશીની કથા, તેનો મહિમા અને માહાત્મ્ય સાંભળવાથી કે કથાનંુ વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે.

ગૌમાતાને પૂજવાનો દિવસ બોળચોથ

મદિરા સમાન મોહનીય કર્મ (જૈન દર્શન)

શિક્ષા વિહીન મનુષ્ય પૂંછડી વગરના જાનવર જેવો હોય છે

રાજા પરીક્ષિતને શૃંગી ઋપિનો શાપ

શિવનું કલ્યાણકારી સ્વરૂપ

કવિ, ભક્ત અને સમાજસુધારક સંત તુલસીદાસ

પાર્વતીજીએ શંકરને પામવા કરેલું વ્રત ફૂલકાજળી

ભારતીય સંસ્કૃતિ વિવિધ તહેવારો અને વ્રતોથી સભર રહી છે. વિવિધ પ્રદેશોમાં જુદા-જુદા પ્રકારના તહેવાર ઊજવાય છે. દરેક પ્રદેશની અન્ય લાક્ષણિકતાની સાથે ઊજવાતાં વ્રતો અને તહેવારનું પણ પ્રદેશવાર વિશેષ મહત્ત્વ હોય છે. પ્રદેશ પ્રમાણે તેનાં પરંપરાગત વ્રતો હોય છે, જેને પેઢી દર પેઢી દરેક સ્ત્રીઓ કરતી રહે છે અને પ્રાદેશિક પરંપરાનો વારસો જાળવતી રહે છે. આપણી સંસ્કૃતિમાં કુમારિકાઓ યોગ્ય જીવનસાથીની કામના માટે અને પરિણીત મહિલાઓ પતિના લાંબા સુખદ આયુષ્ય માટે વ્રત કરવાની પરંપરા બહુ પ્રાચીન છે. કુંવારિકાઓ માટે સારો ભાવિ ભરથાર પામવાનાં વ્રતોમાંથી એક ફૂલકાજળી વ્રત છે.
ફૂલકાજળીના વ્રતનો ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે જે કથા અનુસાર મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આદિશક્તિ પાર્વતીએ ફૂલનું ભોજન લઈ, ફૂલ સૂંઘી આ વ્રત કર્યું હતું. આ વ્રતથી પ્રસન્ન થઈ મહાદેવ પાર્વતીજીને પ્રાપ્ત થયા હતા.
આ કથાથી પ્રેરાઈને ભારતીય સ્ત્રી યોગ્ય વરની કામના માટે ભોળાનાથને રીઝવવા વ્રત કરે છે. જયાપાર્વતીનું વ્રત, હરિયાળી તીજ, કરવા ચોથ, ગૌરી વ્રત, વટ સાવિત્રીનું વ્રત વગેરે અનેક વ્રતો ભરથાર માટે કરવામાં આવે છે. તેવી જ રીતે માત્ર ગુજરાતમાં ફૂલકાજળીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત માત્ર અપરિણીત યુવતીઓ દ્વારા કરવામાં આવે છે. દરેક વ્રતની જેમ ફૂલકાજળીમાં પણ સુયોગ્ય જીવનસાથીની કામના માટે શિવ-પાર્વતીની આરાધના કરવામાં આવે છે.
ફૂલકાજળીનું વ્રત શ્રાવણ માસની સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ દિવસને ચોખાકાજળી પણ કહે છે. આ દિવસે યુવતીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે તેમજ ફૂલને સૂંઘે છે અને તેની આસપાસ ફૂલને રાખે છે. જો ચોખાકાજળી હોય તો ચોખા પાસે રાખે છે. સવારમાં શિવ-પાર્વતીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. મહાદેવને ફળ-ફૂલ અર્પણ કરીને મનગમતા જીવનસાથીની કામના અને પ્રાર્થના કરવામાં આવે છે. સાંજે ગાયનું પૂજન કરીને ફળાહાર કરી આખી રાત જાગરણ કરવામાં આવે છે અને ઘરના મંદિરમાં શિવજીના ફોટા પાસે આખી રાત અખંડ દીપક રાખવામાં આવે છે. સમગ્ર રાત કામનાની ર્પૂિત માટે મહાદેવની આરાધના સાથે ભજન-કીર્તન, ગરબા પણ લે છે. આમ, યુવતીઓના ઉલ્લાસથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંગીતમય બની જાય છે.
દરેક તહેવાર કે વ્રતની જેમ ફૂલકાજળીમાં પણ યુવતીઓ શૃંગાર કરે છે. હાથમાં મેંદી મુકાવે છે તેમજ પ્રાદેશિક પરંપરાગત પરિધાન ધારણ કરે છે. આમ, શ્રાવણ મહિનાની ઝરમર વર્ષા વચ્ચે જ્યારે કુદરતી રંગો અનેરી છટામાં ખીલ્યા હોય ત્યારે દુલ્હનની જેમ શૃંગાર કરેલી યુવતીઓનું સૌંદર્ય અને કુદરતી સુંદરતા એકાકાર થતાં સમગ્ર માહોલ ખુશનુમા બની જાય છે.

રક્ષાબંધન




શ્રાવણમાં શિવજીને પ્રસન્ન કરી સુખ-શાંતિ મેળવો