શિવજીનો મહિમા અનંત છે. તેમનાં રૂપ, રંગ અને ગુણ અનન્ય છે. સમગ્ર સૃષ્ટિ શિવમય છે. સૃષ્ટિથી પૂર્વ શિવ છે અને સૃષ્ટિના વિનાશ પછી માત્ર શિવ જ શેષ રહે છે. શિવ, મહેશ્વર, રુદ્ર, પિતામહ, વિષ્ણુ, સંસાર વૈદ્ય, સર્વજ્ઞા અને પરમાત્મા તેમનાં આઠ નામ છે. શિવજીના અર્ધ નારીશ્વર, હરિહર, મહામૃત્યુંજય, પંચમુખી શિવ એવાં અનેક સ્વરૂપ છે. શિવજીનાં કલ્યાણકારી સ્વરૂપોને જાણીએ.
મહામૃત્યુંજય
ભગવાન મૃત્યુંજય પોતાના ઉપર બે હાથમાં સ્થિત બે કળશો દ્વારા
પોતાના શીશ પર અમૃતજળ સિંચી રહ્યા છે. પોતાના બે હાથોમાં ક્રમશઃ મૃગમુદ્રા
અને રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. બે હાથમાં અમૃતકળશ ધારણ કરેલા છે અને
બાકીના હાથ દ્વારા અમૃતકળશને ઢાંકેલો છે. આ પ્રમાણે આઠ હાથોથી યુક્ત, કૈલાસ પર્વત પર સ્થિત, સ્વચ્છ કમળ પર બિરાજમાન, લલાટ પર બાળચંદ્રનો મુકુટ ધારણ કરેલ ત્રિનેત્ર, મૃત્યુંજય મહાદેવનું ધ્યાન કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિને મૃત્યુનો ભય રહેતો નથી.
પંચમુખી શિવ
જે ભગવાન શંકરની ઉપરની બાજુ ગજમુક્તા સમાન કિંચિત્ શ્વેત-પીતવર્ણ, પૂર્વની તરફ સુવર્ણ સમાન પીતવર્ણ, દક્ષિણ તરફ સજળ મેઘ સમાન સઘન નીલવર્ણ, પશ્ચિમ તરફ સ્ફટિક સમાન શુભ્ર ઉજ્જ્વળ વર્ણ તથા ઉત્તર તરફ જપાપુષ્પ અથવા પ્રવાલ સમાન રક્ત વર્ણનાં પાંચ મુખ છે.જેમના શરીરની પ્રભા કરોડો પૂર્ણ ચંદ્રમાઓ સમાન છે અને જેમના દસ હાથોમાં ક્રમશઃ ત્રિશૂળ, ટંક, તલવાર, વજ્ર, અગ્નિ, નાગરાજ, ઘંટ, અંકુશ, પાસ તથા અભયમુદ્રા છે. આવા ભવ્ય, ઉજ્જ્વળ ભગવાન શિવનું ધ્યાન કરવાથી સમસ્ત દુઃખ દૂર થાય છે

No comments:
Post a Comment