Friday, 1 August 2014

ગુજરાતના પ્રથમ ૧૧૧ કિલો

ગુજરાતના પ્રથમ ૧૧૧ કિલો પારાના શિવલીંગની ચાર પ્રહરની રૃદ્રીપૂજા

ઓખામાં શ્રાવણમાસ નિમિત્તે શિવ મંદિરોમાં ભકતોની ભીડ

 

ઓખાના દરિયા કિનારે બિરાજમાન વિરમેશ્વર મહાદેવ મંદિરે ગુજરાતથી પ્રથમ ૧૧૧ કિલો પારાના શિવલીંગની ચાર પ્રહરની મહાપૂજામાં શિવ ભક્તો ઉમટી પડે છે. શિવ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજતું  ઉઠતાં સમગ્ર વાતાવરણ શવમય બની જાય છે.
આ જગ્યા ઉપર વ્યામાણી માતાની નાની ડેરી ૧૯૭૧માં બનાવેલી આ જગ્યા પર અત્યારે જલારામ રાજા, લક્ષમણ, જાનકી, દરયાલાલ સાથે વિરમેશ્વર મહાદેવ શીવલીંગની સ્થાપના પણ કરવામાં આવેલ છે. અત્યારે કુલ ચાર મંદિર એક સાથે ઓખાના દરીયાની એક ઓળસ થઈ ગયું છે.
ઓખામાં સંત પુરૃષ દ્વારા ૧૧૧ કિલો પારાની શિવલીંગ અર્પણ કરવામાં આવેલ છે. શિવ પૂરાણમાં આ પારાની શિવલીંગનું વિષેશ મહત્વ આપેલ છે. પૂરા ગુજરાતમાં પારાની ૧૧૧ કિલોની આ શિવલીંગ પ્રથમ છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અહી પંચકુડી હોમાત્મક મહાઅતિ રૃદ્ર યજ્ઞા ચાલી રહ્યો છે. સાથે ચાર પ્રહરની પૂજા સાથે મહાઆરતી પણ થાય છે. રાત્રી પૂજા સાથે જ પારેશ્વર મહાદેવ શીવલીંગની ચાર પ્રહરની અભીષેક પૂજામાં શીવભક્તો ઉમટી પડે છે.

No comments:

Post a Comment