Friday, 1 August 2014

પરિશ્રમ એ ચાવી છે, જે કિસ્મતનો દરવાજો ખોલી દે છે


ચાણક્યનીતિ વ્યક્તિને તેના જીવનમાં ડગલે ને પગલે સહારો આપે છે. તે મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિને બહાર નીકળવાનો માર્ગ બતાવે છે. જીવનમાં આવનારાં દુઃખોથી બચવા માટે ચાણક્યનીતિને ધ્યાનમાં રાખવી જોઈએ.
  •  સેવકને ત્યારે પરખવો જોઈએ જ્યારે તે કામ ન કરી રહ્યો હોય, સંબંધીઓને મુશ્કેલીઓમાં, મિત્રને સંકટમાં અને પત્નીને ઘોર વિપત્તિમાં.
  •  સંતુલિત મગજ જેવી કોઈ સાદગી નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, લોભ જેવી કોઈ બીમારી નથી અને દયા જેવું કોઈ પુણ્ય નથી.
  •   જો કોઈનો સ્વભાવ સારો હોય તો તેને કોઈ બીજા ગુણની શી જરૂર છે? જો વ્યક્તિ પાસે પ્રસિદ્ધિ હોય તો તેને બીજા કોઈ શૃંગારની શી જરૂર છે?
  •  પરિશ્રમ એ ચાવી છે, જે કિસ્મતનો દરવાજો ખોલી દે છે.
  •   હે બુદ્ધિમાન લોકો! પોતાનું ધન એમને જ આપો જે તેના યોગ્ય હોય, બીજા કોઈને ન આપશો. વાદળાં દ્વારા લાવવામાં આવેલું સમુદ્રનું જળ હંમેશાં મીઠું હોય છે.
  •  જે લોકો પરમાત્મા સુધી પહોંચવા ઇચ્છે છે તેમણે વાણી, મન, ઈન્દ્રિયોની પવિત્રતા અને એક દયાળુ હૃદયની જરૂર હોય છે.
  •  જેનું જ્ઞાાન પુસ્તકો સુધી સીમિત છે અને જેનું ધન બીજાની પાસે છે, તેઓ જરૂર પડે પોતાના જ્ઞાાનનો કે ધનનો પ્રયોગ નથી કરી શકતા.
  •  જે સુખ-શાંતિ વ્યક્તિને આધ્યાત્મિક શાંતિના અમૃતથી સંતુષ્ટ થવા પર મળે છે તે લાલચુ લોકોને બેચેનીથી આમતેમ ફરવાથી નથી મળતી.
  •  એક અભણ વ્યક્તિનું જીવન કૂતરાની પૂંછડીની જેમ બેકાર છે, જે પાછળનો ભાગ ઢાંકતી નથી કે ન તો કીડી-મકોડાના ડંખથી બચાવે છે.
  •  એક ઉત્કૃષ્ટ વાત જે સિંહ પાસેથી શીખી શકાય છે તે એ કે વ્યક્તિ જે કંઈ પણ કરવા ઇચ્છે છે તેને મનથી અને જોરદાર પ્રયાસની સાથે કરે.
  •  સારસની જેમ એક બુદ્ધિમાન વ્યક્તિએ પોતાની ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ અને પોતાના ઉદ્દેશને સ્થાનની જાણકારી, સમય અને યોગ્યતા અનુસાર પ્રાપ્ત કરવો જોઈએ.
  •   પોતાનું ઈમાન અને ધર્મ વેચીને કમાયેલું ધન પોતાના કોઈ કામનું નથી હોતું. તેથી તેનો ત્યાગ કરો. એ જ તમારા માટે ઉત્તમ છે.

No comments:

Post a Comment