બ્રહ્માજીએ કામિકા એકાદશીની કથા તથા તેનું માહાત્મ્ય દેર્વિષ નારદને કહી સંભળાવ્યું હતું. મહાપુણ્ય પ્રદાન કરનારી, પાપોનો નાશ કરનારી, મોક્ષદાયિની એવી આ એકાદશીનું શ્રવણ કે પઠન કરવાથી વાજપેય યજ્ઞાનું ફળ મળે છે. આ વ્રત મનના મનોરથ પૂર્ણ કરે છે.
આ દિવસે શ્રીવિષ્ણુ પૂજનનો મહિમા વિશેષ છે. ભગવાન વિષ્ણુનું અર્ચન-પૂજન કરવાથી જે ફલશ્રુતિ થાય છે તે ગંગા, કાશી, ગયા, પ્રયાગ, પુષ્કર, હરિદ્વાર વગેરે તીર્થોનાં પુણ્ય કરતાં પણ વધારે છે. આ એકાદશીના દિવસે જો શ્રીધર નામના દેવનું પૂજન કરવામાં આવે તો ગંધર્વો, નાગદેવતા, સર્પ વગેરેનું પૂજન કરવાનું પુણ્ય મળે છે, સુખ-શાંતિ મળે છે.
ભૂમિદાન અને દૂઝણી ગાયનું દાન કામિકા એકાદશીના વ્રત સમાન છે. આ વ્રત કરવાથી સદ્ગતિ થાય છે, કનિષ્ઠ
યોનિમાં જન્મ ધારણ કરવો પડતો નથી અને યમદૂતો વ્રતધારીથી દૂર રહે છે તથા
જીવતર સફળ થાય છે. તુલસીપત્ર દ્વારા ભગવાન શ્રીહરિનું પૂજન કરવાનો મહિમા
વિશેષ છે. તુલસીદલથી ભગવાન વિષ્ણુનું પૂજન કરનારને વધારે ફળ મળે છે, તેને પાપનો સ્પર્શ થઈ શકતો નથી. તે સંસારમાં જળકમળવત્ રહી શકે છે. સુવર્ણ દાન કરતાં પણ શ્રીહરિની પૂજાનું ફળ
વિશેષ છે.
શ્રીહરિ તુલસીપત્રને મોતી અને માણેક કરતાં પણ અતિ મૂલ્યવાન માને
છે. તુલસીની માળાથી શ્રીહરિની પૂજા કરનારનાં સર્વ પાપો નષ્ટ થાય છે.
તુલસીને પ્રણામ કરવાથી પાપ નાશ પામે છે, તેના સ્પર્શથી
દેહ પવિત્ર બને છે અને રોગમુક્ત થવાય છે. તુલસીના છોડને જળ સિંચવાથી યમનો
ભય દૂર થાય છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.
|
No comments:
Post a Comment